મીઠાપુરના આરંભડા ગામના યુવાને અકળ કારણોસર ગળેફાંસો જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પ્રવીણ ગોવિંદભાઈ ગોદડીયા (ઉ.વ.25) નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઝૂંપડામાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજેશ ગોવિંદભાઈ ગોદડીયાએ કરતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકના આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.


