Thursday, August 27, 2026
Homeરાજ્યહાલારનિંદણ નાખવા જતાં વીજશોક લાગતાં ખેતમજૂર મહિલાનું મોત

નિંદણ નાખવા જતાં વીજશોક લાગતાં ખેતમજૂર મહિલાનું મોત

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામની સીમના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં મહિલા નિંદણ વાડીના શેઢે નાખવા જતાં ટીસીમાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના મોરા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામની સીમમાં આવેલી જયેશભાઇની વાડીમાં ખેત મજૂરીકામ કરતાં સુરતાબેન લક્ષ્મણભાઇ છારેલ (ઉ.વ.43) નામના મહિલા ગત્ તા. 25ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં ખેતરે નિંદણ નિંદતા હતા તે દરમ્યાન નિંદણ વાડીના શેઢે નાખવા જતાં ટીસીનો વાયર અડકી જતાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ લક્ષ્મણભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. આર. સાગઠિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular