Wednesday, September 16, 2026
Homeરાજ્યહાલારમાતાના દાગીનાની સમજૂતિ માટે ગયેલા યુવાન ઉપર હુમલો

માતાના દાગીનાની સમજૂતિ માટે ગયેલા યુવાન ઉપર હુમલો

ભાણવડ તાલુકાના ચોખંડા ગામમાં રહેતો યુવાન માતાના દાગીનાની સમજૂતિ માટે ગયો હતો ત્યારે ચાર શખ્સોએ બોલાચાલી કરી ગાળો કાઢી ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામમાં રહેતો અને લાલપુર ગામનો વતની હાસમભાઇ ઓસમાણભાઇ હાલા (ઉ.વ.47) નામનો યુવાન તેની માતાના દાગીનાની સમજૂતિ માટે ગયો હતો. ત્યારે બાઉદીન અબુ હાલા, સમીર ઓસમાણ હાલા, રશીદાબેન કાસમ, જુબેદાબેન હમીદ મુમિયા નામના ચાર શખ્સોએ હાસમ સાથે બોલચાલી કરી ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે ભાણવડ પોલીસે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular