Wednesday, August 26, 2026
Homeરાજ્યજામનગરકારમાં છુપાવી ગાંજાની હેરાફેરી! - VIDEO

કારમાં છુપાવી ગાંજાની હેરાફેરી! – VIDEO

ફલ્લા પાસે 2.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

જામનગરના ફલ્લા ગામ પાસે SOG અને પંચ-એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

- Advertisement -

બાતમીના આધારે પોલીસે ફુલીયા ગામ તરફથી આવતી સ્વિફ્ટ કાર પર વોચ ગોઠવી હતી. કાર નંબર GJ-10-DE-5455ને અટકાવી તપાસ કરતાં તેમાંથી 2 કિલો 900 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસે ગાંજાના જથ્થા સાથે હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખત્રીની ધરપકડ કરી છે. આરોપી જામનગરના સુમરા ચાલી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

પોલીસે અંદાજે રૂ.1.45 લાખની કિંમતનો ગાંજો તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હવે પોલીસ દ્વારા આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular