Thursday, August 27, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

અઢીસો કરોડનો કોન્ટ્રાકટ થતાં વધુ 65 કરોડ ડમ્પીંગમાંથી કચરો ઉપાડવાની લાણી : વોર્ડ નં.12ના કોર્પોરેટર દ્વારા કમિશ્નરને પત્ર લખી રજૂઆત

જામનગર મહાનગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને લુંટ થતી હોવાનું જણાવી આ અંગે તપાસ કરવા અને ટેન્ડર રદ કરવા વોર્ડ નં.12ના કોર્પોરેટર દ્વારા કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરના વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર સારાબેન મકવાણાએ કમિશ્નરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1થી 8માં ડોર ટુ ડોર અને ખુલ્લા પોઇન્ટનો કચરો ઉપાડવાનું એજન્સીને આશરે સવા કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેજ રીતે વોર્ડ નં.9 થી 12 માટે અન્ય કંપનીને સો થી સવા કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આમ જામનગર શહેરને ડોર ટુ ડોર અને ખુલ્લા પોઇન્ટનો કચરો ઉપાડવાનો અઢી સો કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં અગાઉથી જ વધારે ભાવ નકકી કરી ચોકકસ કંપનીને કોન્ટ્રાકટ મળી રહે તે રીતે ટેન્ડરમાં શરતો રાખી અધિકારી અને કંપનીઓની મિલાપીથી અઢીસો કરોડનો કોન્ટ્રાકટથી બેફામ ભ્રષ્ટાચાર અને લુંટ ચલાવતો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

વધુમાં જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરામાંથી વિજળી ઉત્પન્ન માટે વેસ્ટ ટુ એનર્જી કંપનીને જગ્યા આપવામાં આવી અને સો કરોડથી વધુના એમઓયુ થયા હતાં પરંતુ આ વેસ્ટ ટુ એનર્જી કંપની બંધ છે. ગુલાબનગર પાસે ગીરનાર જેવો ડમ્પીંગ પોઇન્ટનો કચરો ખડકાયેલ છે. અઢીસો કરોડમાં જ આ કામ આવી જાય છતાં તાજેતરમાં ડમ્પીંગ સાઇડમાં કચરો ઉપાડવા 65 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જે જરૂરી નથી છતાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શું બન્ને એજન્સીઓ જેને અઢીસો કરોડનું કામ આપ્યું છે તે ડમ્પીંગ સાઇડમાંથી કચરો ન ઉપાડી શકે તેમ કોર્પોરેટરે પ્રશ્ર્ન કર્યો છે. આથી આ અંગે તપાસ કરી ભ્રષ્ટાચાર અટકાવવા રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular