Wednesday, August 26, 2026
Homeરાજ્યહાલારઘાસ કાપતા સમયે બેશુદ્ધ થઇ જતાં શ્રમિક મહિલાનું મોત

ઘાસ કાપતા સમયે બેશુદ્ધ થઇ જતાં શ્રમિક મહિલાનું મોત

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં મહિલા ઘાસ કાપતા હતા. તે દરમ્યાન અચાનક બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં સોનલબેન રસિકભાઇ વાજલિયા (ઉ.વ.32) નામના મજૂરીકામ કરતાં મહિલા ગત્ તા. 24ના રોજ બપોરના સમયે નદીના સામાકાંઠે આંબાવાડીમાં ઘાસ કાપતા હતાં. તે દરમ્યાન અચાનક બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ રસિકભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ સી. બી. રાંકજા પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular