જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ મુળ નાયક ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજમાન છે. જે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત પટેલ કોલોની શેરી નં. 4માં શ્રાવિકા ઉપાશ્રયમાં ચાલુ વર્ષે ચાતુર્માસ બિરાજમાન શ્રી કેસરીસુરી સમુદાયના વડીલ સાધ્વીજી મ.સા. પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. આદી ઠાણાની નિશ્રામા સોમવાર તા. 24-8-2026ના રોજ બપોરે 3 વાગ્યે શ્રી સંઘના બહેનો દ્વારા ર4 તીર્થંકરોના માતા બની તીર્થંકરોના ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક,કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણકના પ્રસંગોને સાધ્વીજી મહારાજ દ્વારા તૈયાર કરાવાયા હતાં. જેને બહેનોએ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરેલ હતાં.
ગઈકાલ તા. 24-8-ર0ર6ના રોજ પટેલ કોલોનીમાં આવેલ સાધ્વીજી ઉપાશ્રયે પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. આદી ઠાણા દ્વારા પટેલ કોલોની સંઘના બહેનોને 24 તીર્થંકર ભગવાનના માતા બની ભગવાનની વિશિષ્ટતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માર્ગદર્શનના આધારે શ્રી સંઘના બહેનો દ્વારા ઠાઠ-માઠથી, ઘરેણાથી સજ્જ થઈ તીર્થંકરોના માતાનો રોલ ભજવવામાં આવ્યો હતો.
View this post on Instagram
જેમાં પ્રથમ તીર્થંકર શ્રી આદીનાથદાદાથી ર4માં તીર્થંકર શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીના તમામ ભગવાનના અલગ-અલગ ચ્યવન કલ્યાણકથી માંડી તમામ કલ્યાણક અંગે સાધ્વીજી મહારાજ સાહેબે તૈયાર કરી આપેલ શબ્દો બહેનો દ્વારા બખૂબીથી નિભાવવામાં આવ્યા હતાં.
ભગવાનના જન્મ કલ્યાણક અંગે વિશિષ્ટ રીતે શબ્દો દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું. ભગવાનના બાળપણથી માંડીને લગ્ન સુધીનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમ કે, પ્રથમ તીર્થંકર શ્રી આદેશ્વર ભગવાનના ચ્યવન (માતાના ગર્ભમા) કલ્યાણક વિષે વર્ણન કરવામાં આવ્યું હતું. એ જ રીતે પંદરમાં તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનના લગ્ન પ્રસંગનું વર્ણન કરાયું હતું. જેમાં ધર્મનાથ ભગવાનની માતા કહે છે કે, બેટા ધર્મ! તૈયાર થઈ ગયો, અહો… મારા લાલને કોઈની નજર ન લાગી જાય, રત્નપુરીનગરીના કોહિનુરરત્ન જેવા લાગે છે, દેવલોકના દેવને પણ ઝાંખા પાડે તેવો ઉજળો-ઉજળો વાન…, કોડભરી ક્ધયાઓને પતિ તરીકે તારા જેવો ઉત્તમ જીવ મળશે અને મારી પણ ઈચ્છા પુરી થઈ. સાધ્વીજી મ.સા.એ તૈયાર કરી દીધેલા શબ્દોથી વિશિષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બહેનોને વિશિષ્ટ ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ રીતે જામનગરમાં પટેલ કોલોની સંઘમાં શ્રાવિકા ઉપાશ્રયે પ્રથમ વખત સાધ્વીજી મ.સા. દ્વારા ભક્તિ કરવામાં આવી હતી. જે આજના યુગના યુવાનોને એક પ્રેરણા- ભગવાન વિશેની જાણકારી મળી રહે છે. જે પ્રકારના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાધ્વીજી મ.સા. દ્વારા કરવામાં આવી રહ્યા છે.


