જામનગર શહેરના નવાગામ ઘેડથી સ્મશાન તરફ આવતા રોડ પરથી પસાર થતાં ફલ્લાના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી પિસ્તોલ મળી આવતાં ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડથી સ્મશાન તરફ જવાના માર્ગ પરથી પસાર થતાં રાજેશ ઉર્ફે રાજ પ્રવીણ ધમસાણિયા (ઉ.વ.24, રહે. ફલ્લા) નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફે આંતરી લઇ તલાશી લેતાં રાજેશના કબ્જામાંથી ભારતીય બનાવટની લાયસન્સ વગરની રૂા. 25 હજારની કિંમતની દેશી પીસ્તોલ અને રૂા. 100ની કિંમતની એક કાર્ટીઝ મળી આવતાં પોલીસે પીસ્તોલ અને કાર્ટીઝ કબ્જે કરી રાજેશની ધરપકડ કરી આ હથિયાર કોની પાસેથી ખરીદ્યું? અને કેટલામાં ખરીદ્યું? તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી.
View this post on Instagram


