જામનગર તાલુકાના મુંગણી ગામમાં નળનું પાણી પુરુ આવતું ન હોય જે બાબતે વાલ્વમેન તથા સરપંચને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી પટ્ટા વડે માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં દિપકસિંહ હરુભા કંચવાના ઘર પાસે નળનું પાણી પૂરતુ આવતુ ન હોવાથી ગઈકાલે વાલ્વમેન માલાભાઈને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને સરપંચના નામની પણ ગાળો કાઢી હતી. ત્યારબાદ ફરીથી દિપકસિંહે ફોન કરીને દેવજીભાઈ માલાભાઈ પરમારને પાણીના ટાંકા પાસે બોલાવી ગાળો કાઢતા દેવજીભાઈએ ગાળો કાઢવાની ના પાડતા જાતિ વિષયક અપમાનિત કરી પટ્ટા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દિપકભાઈ દ્વારા બનાવની જાણ કરાતા એએસપી પ્રતિભા તથા સ્ટાફે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


