Monday, August 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

બે સપ્તાહ પુર્વે ગળેટૂંપો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ : શનિવારે સારવાર દરમિયાન મોત: પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામનગર નજીક આવેલા કર્મચારીનગરમાં ઝુંપડામાં રહેતી યુવતીએ તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લાલપુર ચોકડી પાસે આવેલા કર્મચારીનગરમાં ઝુંપડામાં રહેતાં અને મુળ મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના રાણાપુર તાલુકાના છાયન સીમાખેડી ગામના વતની દિનેશ બારીયા નામના યુવકની પત્ની મનિષાબેન દિનેશભાઈ બારીયા (ઉ.વ.20) નામની યુવતીએ ગત્ તા.10 ના રોજ વહેલીસવારના સમયે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું શનિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પતિ દિનેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular