Monday, August 24, 2026
Homeરાજ્યહાલારજામનગર શહેર-જિલ્લામાં પોલીસના ચાર જૂગાર દરોડા

જામનગર શહેર-જિલ્લામાં પોલીસના ચાર જૂગાર દરોડા

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, કાલાવડ તાલુકાના ગોલાણીયા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન હંસરાજ મુળજી કપુરીયા, જીતેશ વલ્લભ કપુરીયા, સામંત આલા કરમુર, પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી, લાલજી આંબા કપુરીયા, દિનેશગીરી લતીગીરી ગોસ્વામી નામના છ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.21,890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામજોધપુરમાં ઉમાપાર્ક સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિરમ રાયદે સાકરા, ભારમલ માલદે સંધિયા, નવઘણ પેઠા આસાણી નામના ત્રણ શખ્સોને રૂા.17,740 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી ભુપતઆંબરડી જવાના રોડ પર બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કિશન પ્રકાશ આચાર્ય, જયેશ મગન ચાવડા, કિશન જીતેન્દ્ર જોશી, રણજીત ઉર્ફે રાણા કરશન કેશવાલા, હર્ષદ બોદા હાડગરડા, નરેશ પોલા કનારા નામના છ શખ્સોને પીઆઈ આર બી સોલંકી, હેકો નવલભાઈ આશાણી, પો.કો. વરજાંગભાઈ કટારા, અર્જુનભાઈ ડુવા, રાહુલભાઈ ચાવડા સહિતના સ્ટાફે રૂા.13,850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર શહેરના કૌશલનગર વિસ્તારમાં આવાસ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મેહુલ રમેશ પરમાર, મહેન્દ્ર ઉગમશી મકવાણા, ભાવેશ અરવિંદ ગોસ્વામી અને બે મહિલા સહિત પાંચ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.10,450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular