જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ નજીક બુલેટ પર જતાં દંપતીને પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી ટ્રાવેર્લ્સની બસે ઠોકર મારી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના એરફોર્સમાં ફરજ બજાવતા ગુરજીંદરસિંઘ ગુરમીતસિંઘ નામનો જવાન તેની પત્ની લવલીનકૌર સાથે રવિવારે સાંજના સમયે તેના પીબી-42-ઈ-5477 નંબરના બુલેટ પર જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફરવા નિકળ્યા હતાં ત્યારે ધુંવાવ ગામ પાસે પહોંચ્યા તે સમયે પુરપાટ બેફીકરાઈથી આવી રહેલી જીજે-10-ટીવાય-4581 નંબરની બસના ચાલકે બુલેટચાલક દંપતીને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બુલેટ પર રહેલું દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં બંનેને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતા. બનાવની જાણ થતા પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાગેન્દ્રકુમાર ક્રિષ્નાપ્રસાદના નિવેદનના આધારે વરૂડી ટ્રાવેર્લ્સના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


