Monday, August 24, 2026
Homeવિડિઓહરીપર મેવાસામાંથી ભેળસેળયુકત દૂધ બનાવતા સ્થળોએ પોલીસના દરોડા - VIDEO

હરીપર મેવાસામાંથી ભેળસેળયુકત દૂધ બનાવતા સ્થળોએ પોલીસના દરોડા – VIDEO

રાજકોટ રેન્જ આઈજીની ટીમ ત્રાટકી : છ સ્થળોએ ચેકિંગ : દૂધ, ઘી અને દૂધ બનાવવાનો પાવડર કબ્જે : ફુડ વિભાગ દ્વારા જથ્થાનો નાશ કરી સીલ

કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં આવેલી ડેરીમાંથી ભેળસેળયુકત દૂધ બનાવતા સ્થળે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન 7150 લીટર દૂધ, વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાનો પાવડર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પરીક્ષણ માટે મોકલી ડેરીને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં આવેલી જુદી જુદી ડેરીઓમાં ભેળસેળયુકત દૂધ બનાવતા હોવાની જાણના આધારે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પીઆઈ અપુર્વ પટેલ, પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઈ સાંજવા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રવિવારે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં દૂધના ધંધાર્થીઓ મેરુ વિરા બાવન ભારાઇ (રબારીપાડો, હરીપર), અરજણ હમીર ઉકા હુણ (હરીપર), બધા બાવન ચાવડા, મેરુ બટુક ભારાઇ, બોધા નાથા વંશ નામના દૂધ બનાવતા શખ્સોના રહેણાંક મકાને તથા ડેરીઓમાં ચેકિંગ દરમિયાન ડેરીમાંથી ભેળસેળયુકત દૂધ બનાવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન પોલીસે 7150 લીટર દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ફુડ સેફટી ઓફીસરને જાણ કરતા પોલીસ અને ફુડ વિભાગે દૂધના સેમ્પલો લઇ પરીક્ષણ માટે મોકલી સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી મળી આવેલો દૂધ અને ઘી નો જથ્થો નાશ કર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular