Monday, August 24, 2026
Homeરાજ્યજામનગરરૂપિયાની ઉઘરાણી મામલે વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા - VIDEO

રૂપિયાની ઉઘરાણી મામલે વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા – VIDEO

શંકરટેકરી વિસ્તારમાં રવિવારે સાંજે બનાવ : રૂપિયા આપવાની ના પાડતા બોલાચાલી : સંધી શખ્સ દ્વારા વૃદ્ધ ઉપર છરી વડે હુમલો : પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં વૃદ્ધ પાસેથી હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરાતા વૃદ્ધે રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે બોલાચાલી કરી છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

 હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરા શેરી નંબર-1 પાસે પારસી કબ્રસ્તાનની પાછળ રહેતાં ચંદ્રસિંહ મેરુજી રાઠોડ (ઉ.વ.60) નામના વૃદ્ધે હુશેન ઈસ્માઈલ સંધી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતાં અને આ રૂપિયાની ગઈકાલે સાંજના 7 વાગ્યાના અરસામાં હુશેન સંધી દ્વારા ઉઘરાણી કરવામાં આવતા ચંદ્રસિંહે રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ હુશેને ઉશ્કેરાઈને ચંદ્રસિંહ રાઠોડ ઉપર છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ચંદ્રસિંહ ઢળી પડયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની લક્ષ્મીબેન ચૌહાણ દ્વારા જાણ કરાતા પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વૃધ્ધાની ફરિયાદના આધારે હુશેન સંધી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular