Tuesday, August 11, 2026
Homeરાજ્યહાલારઅગમ્ય કારણોસર યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

અગમ્ય કારણોસર યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંંકાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતાં ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાને ગત્ તા. 09ના રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાને અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પિતા ગજેન્દ્રસિંહ દ્વારા પોલીસને જાણ કરતા શેઠવડાળા હે.કો. એન. એન. આશાણી સહિતનો સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મ્હત્યા કરી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular