જામનગરના ભલસાણ ગામની પાતળા સીમ વિસ્તારમાં વાડી પાસેથી પંચ ‘એ’ પોલીસે 228 નંગ દારૂની બોટલોનો મુદામાલ ઝડપી લીધો હતો. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ દરોડાની વિગત મુજબ પંચ ‘એ’ પોલીસે ભલસાણ ગામની પાતળા સીમ વિસ્તાર ભરતભાઇ હેરભાની વાડીએ જતાં માર્ગના કાંઠે એક શખ્સે દારૂની બોટલો હેરાફેર માટે વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 1,39,390ની કિંમતની 228 નંગ દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો. રેઇડ દરમ્યાન જામનગરના પુનિતનગરના સન્ની શંકર વર્મા નામનો શખ્સ હાજર ન મળી આવતાં તેની વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
ભલસાણ ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપી લેતી પોલીસ
રૂા. 1,39,390ની કિંમતની 228 નંગ દારૂની બોટલો કબ્જે : આરોપ હાજર ન મળી આવતા શોધખોળ


