દશામાનું વ્રત આવતાં જામનગર શહેરની બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન થઇ ચૂકયું છે. મહિલાઓ દ્વારા મૂર્તિની સાથે સાથે પૂજન સામગ્રી અને સજાવટના સામાનની ખરીદી કરવામાં આવી રહી છે.
આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી ચાલનારા આ વ્રત દરમ્યાન દશામાની મૂર્તિનું પૂજન કરી વ્રત રાખવામાં આવે છે તેમજ જાગરણ કરી મૂર્તિના વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્યારે જામનગર શહેરની બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઇનો સાથેની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે. મહિલાઓ દ્વારા મૂર્તિઓની સાથે સાથે મૂર્તિના સજાવટની સામગ્રીની પણ માંગ વધતાં તેનું પણ બજારમાં વેચાણ થઇ રહ્યું છે. તેમજ દશામાના વ્રત માટે પૂજન થાળી, કંકુ, ચોખા, દીવો સહિતની સામગ્રીઓની પણ માંગ પણ વધી રહી છે.
View this post on Instagram


