Monday, September 21, 2026
Homeરાજ્યહાલારઓખામાં માછીમાર યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

ઓખામાં માછીમાર યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

ઓખાના આરકે બંદર વિસ્તારમાં સીરાજી જેટી પાસે રહેતા મૂળ ઉના તાલુકાના માછીમાર યુવાને કોઇ અગમ્ય કારણોસર લોખંડના હૂકમાં દોરડું ભરાવી આત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી સીરાજી જેટી પાસે રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહીશ એવા સોમાભાઈ વીરાભાઈ ચૌહાણ (ઉ.વ.35) નામના માછીમાર યુવાને રવિવારે રાત્રિના કોઈપણ સમયે સીરાજી જેટીમાં એક આસામીની નૂરાની નામની બોટમાં કોઈ અગમ્ય કારણોસર લોખંડના હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ઉનાના મૂળ રહીશ જયંતીભાઈ વીરાભાઈ ચૌહાણએ જાણ કરતાં ઓખા મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની ઉંડી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular