જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે યોજાઇ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખના પતિદેવ દ્વારા પ્રશ્ર્નોત્તરી થતાં ચર્ચાનો મુદ્ો બન્યો હતો અને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને જણાવાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં આકાર પર ઉપકરની દરખાસ્ત મંજૂર કરવા ઉપરાંત 16મા નાણાંપંચના વર્ષ 2026-’27માં રૂપિયા 7.70 કરોડના કામના આયોજનને મંજૂરી અપાઇ હતી.
જિલ્લા પંચાયત-જામનગરના પ્રમુખ રંજનબેન જિવાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની ચોથી સામાન્ય સભા મળી હતી. જેમાં ગત્ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધને બહાલી તથા થયેલા ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત બિનખેતી આકાર ઉપર ઉપકર દાખલ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. 15મા નાણાંપંચની બચત અને વ્યાજની રકમનું સુધારા આયોજન, 15મા નાણાંપંચના મંજૂર થયેલ કામ ફેરફાર સહિતના મુદ્ાઓની ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2026-’27માં 16મા નાણાંપંચમાં રૂપિયા 7.70 કરોડના કામોના આયોજનની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.
View this post on Instagram


