સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત 54મા ’હીરક સ્પંદન’ યુવક મહોત્સવમાં એ. વી. ડી. એસ. આર્ટસ અને કોમર્સ કોલેજ, જામજોધપુરની વિદ્યાર્થીનીઓએ પોતાની આગવી પ્રતિભા પ્રદર્શિત કરીને કોલેજ તથા જામજોધપુર પંથકનું નામ રોશન કર્યું છે. આ આંતર-કોલેજ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે.
યુવક મહોત્સવમાં વિજેતા બનેલ વિદ્યાર્થીમાં સર્જનાત્મક કારીગીરી માં કુડેચા ઉર્મિલા ચંદ્રેશભાઇ – તૃતીય ક્રમ, દુહા-છંદ માં મકવાણા લક્ષ્મીબેન ગોકળભાઇ – તૃતીય ક્રમ અને રંગોળી સ્પર્ધામાં ભટ્ટ પ્રિયા હિતેષભાઈ – તૃતીય ક્રમ મળેલ હતા. જામજોધપુર કોલેજની આ તેજસ્વી વિદ્યાર્થીનીઓએ પોતાની કલાત્મક અને સાંસ્કૃતિક સૂઝબૂઝથી નિર્ણાયકોને પ્રભાવિત કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી રમેશભાઈ કાલરીયા, આચાર્ય અલ્કેશ વાછાણી તથા સમગ્ર અધ્યાપક ગણે તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતાં. અને તેમના આંતરિક કૌશલ્ય તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


