જામનગર શહેરમાં બેડેશ્વર જૂના કાટા પાસેના રોડ પર આવેલી ચા ની હોટલમાં બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાની જાણના આધારે એએચટીયુની ટીમે બાળકને મુકત કરાવી હોટલ સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્ર્વર જૂના કાટા પાસેના રોડ પર આવેલી કે એમ સી ચા ની હોટલમાં બાળક પાસે મજૂરી કામ કરાવતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી.એસ. પટેલ, એએસઆઇ રાજદિપસિંહ ઝાલા, મહિલા હેડ કોન્સ્ટેબલ કિરણબેન મેરાણી, મહિલા કોન્સ્ટેબલ શ્ર્વેતાબેન વોરા સહિતના સ્ટાફે હોટલે તપાસ હાથ ધરતા 10 વર્ષ 7 મહિનાની ઉંમર ધરાવતા બાળક પાસે મજુરી કામ કરાવતા હોવાનું ખુલતા એએચટીયુની ટીમે બાળકને મુકત કરાવી બાળ ઓર્બ્ઝેશન હોમ ખાતે મોકલી હોટલના માલિક અનિશ અલ્તાફ હમીરાણી (ઉ.વ.28) નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


