Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સભા, સરઘસ કે ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ

જામનગર જિલ્લામાં સભા, સરઘસ કે ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 31 ઓક્ટોબર સુધી જાહેરનામું

જામનગર જિલ્લાના વિસ્તારમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ આગામી તહેવારોને ધ્યાને રાખીને જાહેર સલામતી અને સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી તકેદારીના ભાગરૂપે પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023’ની કલમ-163 હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર જામનગર જિલ્લામાં જામનગર મહાનગર પાલિકા વિસ્તાર સહિત ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, કોઈપણ પ્રકારની સભા યોજવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -

આ જાહેરનામું તા. 31/10/2026 સુધી સમગ્ર જિલ્લામાં અમલમાં રહેશે. આ જાહેરનામામાંથી સરકારી નોકરી કે ફરજ પરના કર્મચારીઓ, ગૃહ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઈઝ, એન.સી.સી. જેવા બિન-પોલીસ દળો કે જેમને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેમજ લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ની કલમ-223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular