જામનગર જિલ્લાના મેઘપરમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને પશ્ચિમ બંગાળમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા આઇટી એક્ટ 66(ડી) અને બીએનએસ કલમ 319(2) નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા રંજન બેનર્જી અંગેની પીએસઆઇ એ. જી. જાડેજા, એએસઆઇ મહિપાલસિંહ, પો.કો. કરણાભાઇ વશરા, ભગીરથસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. ટી. જયસ્વાલ, પીએસઆઇ એ. જી. જાડેજા, એએસઆઇ મહિપાલસિંહ એલ. જાડેજા, પો.કો. સલીમ બી. મુંદ્રાક, કરણાભાઇ ડી. વસરા, મહેશભાઇ આર. જોગલ, ભગીરથસિંહ જી. જાડેજા સહિતના સ્ટાફએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ટીટાગઢ ગામમાં આર. એન. ટી. પથ ,દીનાનાથ યાદવની વાડી, વિસ્તારમાં રહેતાં રંજન બિશ્ર્વનાથ બેનર્જી (ઉ.વ.35) નામના ઇલેકટ્રીશિયને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી ખોટી ઓળખ આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં ધરપકડ કરી હતી.


