જામનગર રેલવે સ્ટેશન પર જયપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેઇનમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યાના બનાવમાં પોલીસે ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જયુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગઇકાલે જામનગર રેલવે સ્ટેશન પર અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં હોવાની જાણના આધારે હે.કો. માલદેભાઇ વાળા અને રાઇટર દીપુરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ટ્રેઇનમાંથી આશરે સાઇઠ વર્ષના વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને તેના વાલી-વારસની શોધ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


