Tuesday, September 22, 2026
Homeવિડિઓરણુજા ગામે લોકમેળાની રંગત જામી - VIDEO

રણુજા ગામે લોકમેળાની રંગત જામી – VIDEO

કાલાવડ તાલુકાના રણુજા ગામે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં આ વિસ્તારના તેમજ આજુબાનુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી લોકમેળાની મજા માણી રહ્યા છે.

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ રણુજા રામદેવજી મંદિર પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રણુજાના આ લોકમેળામાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતાં. આ ઉપરાંત રણુજા રામદેવજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના માટે ભકતોની ભીડ જોવા મળી હતી. મંદિરે દર્શનની સાથે સાથે લોકોએ મેળાની મજા માણી હતી. મેળામાં વિવિધ પ્રકારની નાની-મોટી મનોરંજન રાઇડો, રમકડા, નાસ્તા તથા ખાણીપીણીના સ્ટોરોમાં બાળકો સહિત પરિવારજનોએ આનંદ માર્ણો ઉત્સાહ સાથે મેળો માણ્યો હતો. રાત્રીના સમયે મેળામાં લાઇટોની રોનક વચ્ચે ભારે ચહલ-પહલ જોવા મળી હતી. લોકોમાં મેળાને લઇ ઉત્સાહનો માહોલ છવાયો હતો.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular