સ્વસ્થ ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસની ઉજવણી અવસરે નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું અનન્ય આયોજન થયું છે. આવતીકાલ તા.23ના ઓશવાળ સેન્ટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા હેલ્થ મેલા સમાન માહોલ બની રહેશે. નિદાન સારવાર અને તમામ દવાઓ વિનામુલ્યે પુરી પાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેરના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડોકટર્સ-પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌ સમર્પિત સેવાથી સૌ દર્દી નારાયણની સેવા અને સંતોષની અનન્ય અનુભૂમિરૂપ આ કેમ્પ એક આશીર્વાદ સમાન બની રહેશે. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન-નાક- ગળાના નિષ્ણાંત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં 50 જેટલા નિષ્ણાંત ડોકટરઓ દ્વારા દર્દીઓનું નિદાન કરી, નિ:શુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવશે.
ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલ રકતદાન શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવા ભાવિ નાગરીકો, યુવાનો, મહિલાઓ રકતદાન માટે આગળ આવી રકતદાન કરવા માટે રકતદાતાઓને અપીલ કરવામાં આવી છે.
સેવા-સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, પ્રધાનમંત્રી મોદી જન્મદિવસના નિમિતે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત આ જનસેવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા તેમજ રકતદાન કરી સેવાકાર્યોમાં સહભાગી બનવા સૌ નાગરીકોને અપીલ કરાઇ છે.


