જામનગરના બજરંગપુર (વેરતીયા) ગામમાં રહેણાંક મકાને દરવાજાનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂા.65,000ની માલમતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગરના બજરંગપુર (વેરતીયા) ગામે હાઇસ્કૂલ પાસે રહેતા પ્રાગજીભાઇ રામજીભાઇ સદાદીયાના ઘરમાં તા.4ના સાંજના સમયે અજાણ્યા શખ્સો ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટમાં રાખેલ રૂા.60 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂા.5,000ની રોકડ સહિત કુલ રૂા.65,000ની માલમતા ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે પ્રાગજીભાઇ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


