Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારમેઘપરમાં યુવાનના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી

મેઘપરમાં યુવાનના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી

જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રહેતાં યુવાનના રહેણાંક મકાનના રૂમના કબાટના લોકરમાંથી અજાણ્યા શખ્સે સોનાનો હાર અને ચેઇન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં તાલુકા શાળા પાસે રહેતા અને નોકરી કરતા રાજેશભાઇ નરભેરામ અગ્રાવત (ઉ.વ. 46) નામના યુવાનના ગત્ તા. 28 એપ્રિલથી 28 મે સુધીના સમય દરમ્યાન મકાનમાં બેડરૂમના અંદરના ભાગમાં આવેલા કબાટમાં રહેલું લોકર અજાણ્યા તસ્કરોએ ખોલીને તેમાંથી રૂા. 30,300ની કિંમતનો સોનાનો ત્રણ તોલાનો હાર અને રૂા. 20,200ની કિંમતનો બે તોલાનો સોનાનો ચેઇન પેન્ડલ સાથે મળી કુલ રૂા. 50,500ની કિંમતના દાગીના કોઇ જાણભેદુ અથવા પરિવારના સભ્યો પૈકીનું કોઇ ચોરી કરી ગયાની આશંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. એલ. જી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular