દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં રહેતા અને વ્યારા જિલ્લાના નવાગામના વતની 70 વર્ષના વૃદ્ધા રાત્રિના સમયે ખેતરમાં આવેલા ટાંકામાંથી પાણી ભરવા જતાં પગ લપસતાં ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા અને મૂળ વ્યારા જિલ્લાના નવાગામ ખાતેના રહીશ એવા વનતાબેન જીલમભાઈ કાથુર (ઉ.વ. 70) નામના મહિલા મંગળવારે રાત્રિના સમયે કોલવા ગામે આવેલી વાડીએ પાણીના ટાંકામાંથી પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જવાના કારણે તેઓ ટાંકામાં પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રવિનાબેન સુરેશભાઈ કાથુરએ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આરંભી હતી.


