સમાણા ગામમાં મજૂરીના પૈસા લેવાના બાકી હોય તેની માંગણી કરતાં એક શખ્સે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી પથ્થર વડે ઇજા પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છેે.

આ બનાવની વિગત મુજબ જામજોધપુરના સમાણા ગામમાં રહેતાં દિવ્યેશભાઇ જેન્તીભાઇ વાઘેલાને ત્રણેક મહિના પૂર્વે કિશોર નાનજી વાઘેલા સાથે મજૂરીકામે ગયા હોય બે દિવસની મજૂરીના પૈસા બાકી હતા. જે પૈસા અવારનવાર માંગણી કરવા છતાં આરોપી આપતો ન હોય ફરિયાદીને મજૂરીકામે સાથે આવવાનું કહેતાં ફરિયાદીએ આગળના બાકી પૈસા માંગ્યા હતા. જેથી આરોપી કિશોર નાનજી વાઘેલાએ ઉશ્કેરાઇ જઇ મન ફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થર વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ અંગે દિવ્યેશભાઇ દ્વારા કિશોર નાનજી વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


