જામનગર શહેરમાં અંબર ચોકડી પાસેથી સિટી ‘બી’ પોલીસે બે શખ્સોને 32 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધાં હતાં અને દારૂની બોટલ, મોબાઇલ ફોન તથા મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 71,128નો મુદામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ જામનગર સિટી ‘બી’ પોલીસે શહેરના અંબર ચોકડી, ગીતા લોજ પાસેથી વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે સમંદરસિંહ ભરતસિંહ ગુજ્જર તથા ધીરૂ પ્રકાશ ગુજ્જર નામના બે શખ્સોને રૂા. 16,128ની કિંમતની 32 નંગ દારૂની બોટલો: રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન, રૂા. 50 હજારની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂપિયા 71,128ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.


