કાલાવડ ટાઉનમાં માતાજીનું ડાકલું લેવા જતાં સવારે ડાકલુ આપવાનું ના પાડતા શખ્સે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી, લાકડાના ધોકા વડે પિતા-પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મળતી વિગત મુજબ રાજકોટના રાઘવ હરસુખ મકવાણા તા. 26ના રાત્રિના સમયે ફરિયાદી
અમિતભાઇના ઘરે માતાજીનું ડાકલું લેવા જતાં ફરિયાદીના પિતા ચંદ્રેશભાઇએ ડાકલું સવારે આપવાનું કહેતાં આરોપી રાઘવએ ફરિયાદી તથા તેમના પિતાને અપશબ્દો કહ્યાં હતાં અને થોડીવાર બાદ આરોપી રાઘવ હાથમાં લાકડાનો ધોકો લઇને આવ્યોો હતો અને કરણ ભલુ મકવાણા નામનો શખ્સ છરી લઇને ફરિયાદીના ઘરે આવી ફરિયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી કરણે ફરિયાદીને છરી ઝિંકી દીધી હતી. ઢીકાપાટુનો માર માર્યો હતો. રાઘવએ ફરિયાદીના પિતાને લાકડાના ધોકાથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જતાં જતાં, “હવે પછી અમારી સાથે માથાકૂટ કરી તો, એકેયને જીવતાં નહીં મૂકીએ.” એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે અમિતભાઇ દ્વારા રાઘવ હરસુખ મકવાણા તથા કરણ ભલુ મકવાણા નામના બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


