Wednesday, June 17, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહોરમના તહેવારનો પ્રારંભ, કલાત્મક તાજિયાના નિર્માણ કાર્ય પૂરજોશમાં.....-VIDEO

જામનગરમાં મહોરમના તહેવારનો પ્રારંભ, કલાત્મક તાજિયાના નિર્માણ કાર્ય પૂરજોશમાં…..-VIDEO

મહોરમથી જ ઇસ્લામના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે ઇસ્લામનો 1448 માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ‘હઝરત ઇમામહુસૈન સાહેબ’ ની શહાદતની યાદમાં મહોર્રમ માસ દરમ્યાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમ્યાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવામાં આવે છે. જામનગર શહેરના “ચાંદી” નો તાજીયો તેમજ “અમી ધૂળધોયા” નો તાજીયો વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે, જામનગરમાં અલગ-અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોર થી ચાલી રહી છે એક-એક તાજિયા માટે અંદાજે દોઢ થી બે લાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે.

- Advertisement -

જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ ૪૨ છે અને હાજરોની સંખ્યામાં બીજા અનેક તાજિયા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવે છે. મુખ્યત્વે તાજીયામાં લાકડું અને થર્મોકલનો ઉપયોગ થતો હોય છે. તાજીયાની ડિઝાઇન માટે બાદમાં તેમાં અલગ-અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયાને લાઇટિંગ કામ માટે હાલમાં એલ.ઇ.ડી, બોલ્ડ અને સીરિઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજીયા સંચાલકો દ્વારા સતત એકથી દોઢ મહિનાની જહેમત થી તાજીયાનું કામ પુન થતું હોય છે તેનો પ્રારંભ થઇ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular