Tuesday, June 16, 2026
Homeરાજ્યજામનગરબાથરૂમમાં પડી જતાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત

બાથરૂમમાં પડી જતાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત

જામનગરના એરફોર્સ-1 ક્વાર્ટરમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે બાથરૂમમાં કોઇ કારણસર પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના એરફોર્સ-1માં ક્વાર્ટર નંબર 977/8માં રહેતાં જગદિશમૌર્ય ચૌધરી (ઉ.વ. 81) નામના વૃદ્ધ ગત્ તા. 15ના રોજ બપોરના સમયે તેના ઘરે બાથરૂમમાં ગયા હતા. તે દરમ્યાન કોઇ કારણસર પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની માધવભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર. કે. ખલીફા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular