જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતાં યુવાનના પંદર દિવસના પુત્રી તાવમાં પટકાતા બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતા અને નોકરી કરતા મેહુલભાઇ જેન્તીભાઇ સીખલિયા (ઉ.વ.29) નામના યુવાનની પત્નીએ થોડાં દિવસો અગાઉ જ પ્રસૂતીમાં પુત્રીને જન્મ આપ્યો હતો અને માતા તથા પંદર દિવસની પુત્રી પ્રાન્વી મેહુલભાઇ સીખલિયા (15 દિવસ) નામની બાળકી યુવાનના સાસરે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં હતા. તે દરમ્યાન ગુરૂવારે વહેલીસવારના સમયે બાળકી તાવમાં પટકાવાથી બેશુદ્ધ થઇ ગઇ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મેહુલભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર. વી. ગોહિલ તથા સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


