Friday, September 18, 2026
Homeરાજ્યહાલારકાળિયા ઠાકોરને શીશ ઝુકાવતી અનન્યા પાંડે

કાળિયા ઠાકોરને શીશ ઝુકાવતી અનન્યા પાંડે

યાત્રાધામ દ્વારકામાં મંગળવારે ભક્તિ અને આસ્થાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યારે અભિનેત્રી અનન્યા પંડ્યાએ પોતાના પરિવાર સાથે પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચી કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં પ્રવેશતા જ તેમણે પરંપરાગત રીત રિવાજ મુજબ ભગવાનને શીશ નમાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મંદિરમાં ઉપસ્થિત ભક્તો માટે આ ક્ષણ ખાસ બની હતી.

- Advertisement -

અભિનેત્રી અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેયની પુત્રી છે અને ફિલ્મ જગતમાં યુવા પેઢીની લોકપ્રિય કલાકાર તરીકે ઓળખાય છે. દ્વારકાધીશના દર્શન બાદ પાંડે પરિવારે દ્વારકા નજીક આવેલ પવિત્ર નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ ખાતે જઈ ભગવાન શિવના દર્શન કર્યા અને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો. આ પ્રસંગે મંદિરમાં ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રાધામ દ્વારકા ખાતે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતાં શ્રદ્ધાળુઓ સાથે સાથે જાણીતી હસ્તીઓ પણ સમયાંતરે આવી ભગવાનના દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular