Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયદારુ ન મળતા 8 મજુરોએ સેનેટાઈઝર પીધું, 7ના મોત

દારુ ન મળતા 8 મજુરોએ સેનેટાઈઝર પીધું, 7ના મોત

- Advertisement -

મહારાષ્ટ્રના યાવતમાલ જિલ્લામાં 8 મજુરોએ સેનિટાઇઝર પીધા લીધા બાદ સાત લોકોનાં મૃત્યુ  નીપજ્યાં છે. અહીં લોકડાઉનના પરિણામે દારુની દુકાન બંધ હોવાથી દારુની તલપ મટાડવા માટે 8 મજૂરોએ સેનેટાઈઝર પી લીધું હતું અને તમામની તબિયત બગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 લોકોને મૃત્યુ નીપજ્યા છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અહીં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પરિણામે દારુની દુકાનો બંધ હોવાથી લોકો આમ તેમ ભટકી રહ્યા છે તેવામાં  વિવિધ બે જગ્યાઓ પર લોકોએ સેનેટાઈઝર પી લીધું છે. પહેલો બનાવ જેમાં વાની શહેરમાં બે લોકો દત કાવડૂ લાંજેવાર(47), નૂતન દેવરાવ પાટનકર(35) ને દારૂ ન મળતા તેઓએ સેનેટાઈઝર પી લેતા બન્નેના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.  અન્ય બનાવ જેમાં આયતાનગરમાં 6 મજુરોએ દારૂની તલપ મટાડવા માટે ગઈકાલના રોજ સેનેટાઈઝર પીધું હતું અને બાદમાં તેઓની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે પૈકીગણેશ ઉત્તમ શેલાર(43), સુનિલ મહાદેવ ઢેંગલે(36), સંતોષ મેહર(35), વિજય બાવને(35) ના મૃત્યુ નીપજ્યા છે. સાતમાં મૃતકની ઓળખ થવાની બાકી છે.અને એકની હાલત ગંભીર છે.

વાની પોલીસ સ્ટેશનના અધિકારી વૈભવ જાધવે કહ્યું કે મૃત્યુ પામનારાઓ બધા મજૂર હતા. તેમને દારૂ મળી રહ્યો ન હતો, તો તેમણ સેનેટાઈઝર પી લીધું. 3 મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, બાકીના 4 સંબંધીઓએ અધિકારીઓને માહિતી આપ્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular