જામનગર શહેરની નંદનવન સોસાયટીની શેરી નંબર ચારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં 6 મહિલાઓને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 44,500ની રોકડ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 49,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટીની શેરી નંબર ચારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 6 મહિલાઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 44,500ની રોકડ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 49,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા મોહસિન ઉર્ફે મેગી રફિક મીયાવા અને અસલમ સાલીમન વજુગરા નામના બે શખ્સોને રૂા. 2 હજારનો મોબાઇલ અને રૂા. 1810ની રોકડ મળી કુલ રૂા. 3810ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને જુગારમાં આસિફની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સ વિરૂઘ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.