Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાત40,000 કરોડનું ટર્નઓવર ‘દેખાડી’ રૂા. 720 કરોડ ખિસ્સામાં સેરવી લેવાનું કૌભાંડ !

40,000 કરોડનું ટર્નઓવર ‘દેખાડી’ રૂા. 720 કરોડ ખિસ્સામાં સેરવી લેવાનું કૌભાંડ !

ગુજરાતના ગાંધીનગર ઉપરાંત મુંબઇના એક કોર્પોરેટ હાઉસને સાંકળતું કુંડાળુ ઝડપી લેવાયું

- Advertisement -

સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ગાંધીનગરે, કલોલ, હારીજ અને માણેકચોક, વગેેરે સ્થળે કામકાજ- વ્યવહારો કરતી 16 કંપનીઓ સર્ચ ઓપરેશન હાથ ધરીને અંદાજે રૂ. 40,000 કરોડના ટર્નઓવરના બોગસ વ્યવહારોના આધારે ખોટી રીતે રૂ. 720 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રથમિક તપાસમાં લગભગ 68 કંપનીઓ સંડોવાઈ છે અને મુંબઈના એક મોટા કોર્પોરેટ ગ્રુપ સાથે સીધી અથવા આડકતરી સંડોવણી માલૂમ પડી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ. 40 હજાર કરોડના કૌભાંડમાં તપાસ દરમિયાન મોટાં માથાંઓની સંડોવણીની શક્યતા છે અને તપાસને અંતે આ સમગ્ર કૌભાંડનો આંક વધે તેવી શક્યતા છે. CGST, ગાંધીનગર કમિશનરેટ દ્વારા પર્દાફાશ કરાયેલા રૂ.40 હજાર કરોડના ટર્ન ઓવર અને રૂ. 720 કરોડની ખોટી રીતે ITC પાસ કરવાના કૌભાંડમાં તપાસનો રેલો ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા છે.

- Advertisement -

કૃષિ પેદાશો અને બુલિયનનું ટ્રેડિંગ કરવા માટે રજિસ્ટ્રેશન મેળવનાર કંપનીઓ દ્વારા સરક્યુલર ટ્રેડિંગનો આશરો લઈને જંગી- કરોડોનું ટર્ન ઓવર દર્શાવવામાં આવ્યું હોવાનું તેમજ માલસામાન સપ્લાય કર્યા વિના ખોટી રીતે ITC મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

CGST,ગાંધીનગર કમિશનરેટ દ્વારા એડવાન્સ એનાલિસીસ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ ઈ- વે બિલ પોર્ટલ તેમજ ઓનલાઈન માહિતીનું વિસ્તૃત એનાલિસીસ કરવામાં આવતાં કેટલાંક યુનિટનું અસાધારણ ટર્નઓવર જોવા મળ્યું હતું. આ કૌભાંડમાં સંડોવાયેલી તમામ કંપનીઓ એક બીજા સાથે સંકલન કરીને સરક્યુલર ટ્રેડિંગ ઉપરાંત કૃત્રિમ વ્યવહારો કરીને ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો કરતી હોવાનું અને માલસામાન સપ્લાય કર્યા વિના અન્યોને મોટી રકમની ITC પણ પાસ કરતી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular