Tuesday, April 13, 2021
Homeરાજ્યજામનગરજામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર

જામનગર શહેરની ચાર નવી ટી.પી. સ્કીમ તૈયાર

ટીપી સ્કીમ નંબર 20 બાદ 11,21 અને 23નો મુસદ્દો પણ તૈયાર : ટૂંક સમયમાં માંગવામાં આવશે વાંધા-સૂચનો

- Advertisement -

ટીપી સ્કીમના આયોજનમાં રાજયમાં સૌથી પાછળ રહેલાં જામનગર મહાપાલિકાના સત્તાધિશોએ લાંબી કવાયત બાદ 4 નવી ટીપી સ્કીમ તૈયાર કરી લીધી છે. ગત સપ્તાહે ટીપી સ્કીમ નંબર-20નો મુસદો તૈયાર કર્યા બાદ ટીપી સ્કીમ નંબર 11,21 અને 23 ના મુસદા પર તૈયાર કરી લેવામાં આવ્યા છે. આ ટીપી સ્કીમમાં આવતી જમીનોના માલિકોની સભા યોજવાનો સિલસિલો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે શુક્રવાર સુધી ચાલશે.

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા નવી ચાર ટીપી સ્કીમ તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં આવતી જમીનોના માલિકોની સભા હાલ જામ્યુકોમાં આયોજિત થઇ રહી છે. આ સભામાં ટીપી સ્કીમના ફાયદા અને સુવિધાઓની જાણકારી જમીન માલિકો અને લાગતા વળગતાઓને આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટીપી સ્કીમના મુસદા અંગે જાહેર વાંધા-સૂચનો માંગવામાં આવશે. જેની સુનાવણી મ્યુનિસિપલ કમિશનર કરશે. ત્યારબાદ ચારેય ટીપી સ્કીમના મુસદાને આખરી મંજૂરી માટે રાજય સરકારને મોકલી આપવામાં આવશે. આ સાથે જ ઘણા લાંબા સમય બાદ જામનગરને કોઇ નવી ટીપી સ્કીમ મળવાના સંજોગો ઉજળા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટીપી સ્કીમના આયોજનની બાબતમાં જામનગર મહાનગર રાજયના તમામ મહાનગરોમાં સૌથી પાછળ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ જેવા મહાનગરોની નવી-નવી ટીપી સ્કીમ ધડાધડ મંજુર થઇ રહી છે ત્યારે જામનગર હજુ નવી સ્કીમ રજૂ કરવાના તબકકામાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular