Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં કોરોના મૃત્યુ સહાય માટે 397 અરજી

જામનગર જિલ્લામાં કોરોના મૃત્યુ સહાય માટે 397 અરજી

ચકાસણી બાદ 283 અરજી મંજૂર: 263 કોરોના મૃતકોના પરિવારજનોને 1.31 કરોડની સહાયનું ચૂકવણુ

- Advertisement -

જામનગર જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુ અંગે સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ 397 અરજીઓ મળી છે. જે પૈકી 283 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 263 મૃતકોના પરિજનોને રૂા.50,000 લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે.

- Advertisement -

કોરોના મૃતકોના પરિજનોને સહાય ચૂકવવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા અંતર્ગત જામનગર જિલ્લામાં કોરોના મૃત્યુ સહાયની ચૂકવણી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા જામનગરના ડિઝાસ્ટર ક્ધટ્રોલ રૂમ પરથી કરવામાં આવી રહી છે. ડીઝાસ્ટર ક્ધટ્રોલ રૂમના ઈન્ચાર્જ મામલતદાર સરપદડિયાના જણાવ્યા અનુસાર આજે 2 ડિસેમ્બર સુધીમાં સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ 397 કોરોના મૃતકોના પરિવારજનો તરફથી સહાય મેળવવા માટે અરજી કરવામાં આવી છે. જેની ચકાસણી કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 283 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. જે પૈકી 263 કોરોના મૃતકોના પરિવારજનોને રૂા.50,000 લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે. મામલતદારના જણાવ્યા અનુસાર, બાકી રહેલી અરજીઓની પણ ચકાસણી દસ્તાવેજોના આધારે કરવામાં આવી રહી છે. ખરાઇ કર્યા બાદ કોરોના મૃતકોના પરિજનોને નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવશે. અત્યાર સુધીમાં જે અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમના પરિવારજનોને 1.31 કરોડની સહાય રકમ ચૂકવી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular