Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરગણપતિ વિસર્જન સમયે નદીમાં ડૂબી જતા જામનગરના યુવાનનું મોત

ગણપતિ વિસર્જન સમયે નદીમાં ડૂબી જતા જામનગરના યુવાનનું મોત

માતા-પિતા અને બે ભાઈઓ રૂપારેલ નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયા : યુવાન પાણીમાં ડૂબી ગયો : ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢયો : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં લગભગ દર વર્ષે ગણપતિ મહોત્સવ અંતર્ગત વિસર્જન સમયે એક કે બે વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજવાની ઘટનાઓ બને છે. દરમિયાન આ વર્ષે જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાંથી પરિવાર સાથે નેવી મોડા નજીક આવેલી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

ગણપતિ વિસર્જન સમયે જામનગર સહિત સમગ્ર દેશભરમાં દુર્ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને સરકાર દ્વારા ગંભીરતા દાખવી કૃત્રિમ કુંડ બનાવી તેમાં ગણપતિ વિસર્જન માટે લોકોને અપીલ કરવામાં આવે છે તેમ છતાં લોકો ગણપતિ વિસર્જન માટે શહેર તથા ગામથી દૂર નદીમાં કે ડેમમાં વિસર્જન કરવા જતા હોય છે અને તે સમયે અકસ્માતનો ભોગ બની પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. દરમિયાન જામનગર શહેરમાં શાંતિનગર શેરી નંબર 7 માં રહેતાં અજયસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.27) નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે તેના માતા-પિતા અને ભાઈ સાથે શુક્રવારે બપોરના સમયે બાળા ગામથી નેવી મોડા ગામ તરફ જવાના માર્ગ પર આવેલી રૂપારેલ નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતાં જ્યાં નદીમાં અજયસિંહ તથા તેના ભાઈ બંને પાણીમાં ઉતર્યા હતાં તે દરમિયાન અજયસિંહ જાડેજાનું પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે ફાયર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ યશપાલસિંહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular