Tuesday, September 1, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં એક જ મહિનામાં 112 વન્ય જીવોનું રેસ્કયુ

ભાણવડમાં એક જ મહિનામાં 112 વન્ય જીવોનું રેસ્કયુ

ભાણવડ તાલુકામાં વન્યજીવ જાગૃતિ વધતાં લોકો સાપને મારવાને બદલે બચાવી રહ્યા છે. છેલ્લા 16 વર્ષથી વિનામૂલ્યે સેવા આપતા જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ઓગસ્ટ-2026ના એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 112 વન્યજીવોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે.

- Advertisement -

આ કામગીરીમાં સૌથી મોટું આકર્ષણ અત્યંત દુર્લભ ગણાતી ’ઇન્ડિયન રોક પાઇથોન’ પ્રજાતિના 29 વિશાળકાય અજગરોનું રેસ્ક્યૂ રહ્યું છે. આ ઉપરાંત 44 કોબ્રા, 1 કાળોતરો, 4 ખળચિતળ તેમજ 19 ધામણ, 4 રૂપસુંદરી સહિતના અન્ય સરિસૃપોને પણ ઉગારાયા છે.

વળી રેસ્ક્યૂ દરમિયાન મળી આવેલા તમામ ઈજાગ્રસ્ત સાપ અને અજગરને તાત્કાલિક યોગ્ય સારવાર આપી પૂર્ણપણે સ્વસ્થ કર્યા બાદ જ મુક્ત કરવામાં આવ્યા છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક વન વિભાગના સંયુક્ત સહયોગથી તમામ 112 જીવોને સુરક્ષિત રીતે તેમના મૂળ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે.

- Advertisement -

માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવતી અશોકભાઈ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમની આ સેવા સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular