Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરશ્રાવણી મેળાની તૈયારીઓનું કમિશનર દીપેશ કેડિઆએ કર્યું સ્થળ નિરીક્ષણ - VIDEO

શ્રાવણી મેળાની તૈયારીઓનું કમિશનર દીપેશ કેડિઆએ કર્યું સ્થળ નિરીક્ષણ – VIDEO

પ્રદર્શન મેદાન ખાતે મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવા તંત્ર બન્યું સજ્જ

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે આગામી શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મેળાની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિઆએ પ્રદર્શન મેદાનની સ્થળ મુલાકાત લઈને ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

કમિશનરે મેદાનમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને મેળા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી

- Advertisement -

મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી તંત્ર દ્વારા સુરક્ષા, સ્વચ્છતા, લાઈટિંગ સહિતની જરૂરી વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

પ્રદર્શન મેદાનમાં સ્ટોલ, રાઈડ્સ તેમજ અન્ય મનોરંજનના સાધનો માટેની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી છે

- Advertisement -

મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી

મહાનગરપાલિકા તંત્ર દ્વારા શ્રાવણી મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો માટે સુવિધાજનક વાતાવરણ મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે

કમિશનર દીપેશ કેડિઆની સ્થળ મુલાકાતથી મેળાની તૈયારીઓની કામગીરીમાં વધુ વેગ આવ્યો છે અને હવે શ્રાવણી મેળાને લઈને પ્રદર્શન મેદાન સંપૂર્ણ રીતે તૈયાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular