જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં યુવાને આર્થિક સંકળામણની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર આવેલા કલ્યાણ ચોકમાં રહેતા કમલેશ કાનજીભાઇ પરમાર (ઉ.વ. 33) નામના કડિયાકામ કરતાં સતવારા યુવાનનું કડિયાકામ છેલ્લા થોડાં સમયથી બરાબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવતાં યુવાને ચિંતામાં મંગળવારે બપોરના સમયે જી. જી. હોસ્પિટલ સામે આવેલી હોટલની પાસે જાહેરમાં ઝેરી દવા પી આપઘાત કર્યાના પ્રયાસ બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ ચંદ્રેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


