જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં આવેલા રામદૂતનગરમાં આવેલી ઓરડીમાં મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન 648 ગ્રામ નશીલા ગાંજા સાથે મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આ દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાવાની બનાવ સામાન્ય બની ગયા છે. સમયાંતરે નશીલા પદાર્થ મળી આવે છે. જ્યારે આ નશીલો પદાર્થ રાજ્યના છેવાડાના જિલ્લા સુધી કેવી રીતે પહોંચી જાય છે. તે તપાસનો વિષય છે. દરમ્યાન લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં રવિવારી ગુર્જરી બજારની પાછળ આવેલા રામદૂતનગરમાં રહેતી મહિલાના ઘરમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની હે.કો. ધર્મેન્દ્રસિહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. ટી. જયસ્વાલ, પીએસઆઇ એ. જી. જાડેજા, હે.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, રોહિતકુમાર થાનકી, પો.કો. સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, કરણાભાઇ વશરા, કમલેશભાઇ ગોજિયા, ઇન્દ્રજિતસિં જાડેજા તથા જાગૃતિબેન સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન સુનિતા ડોટર ઓફ વિદ્યાચલ યાદવ ઉર્ફે વાઇફ ઓફ રીમય દીપચંદ યાદવ (ઉ.વ. 43, મૂળ ઉત્તરપ્રદેશ, નિઝામાબાદ તાલુકો, ગામ ગોવિંદપુર) નામની મહિલાને રૂા. 32,400ની કિંમતના 648 ગ્રામ ગાંજાનો જથ્થો, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 37,400ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો રાકેશ મોબાઇલ નંબર 70969 97854 ધારક પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે મેઘપર પોલીસે બે શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


