જામનગર શહેરના નાગેશ્વરપાર્ક વિસ્તારમાં રહેતાં યુવાનની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું મનમાં લાગી આવતા દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના નાગેશ્વરપાર્ક શેરી નંબર 4માં રહેતા પ્રવીણભાઇ વલ્લભભાઇ પરમાર (ઉ.વ.47) નામના યુવાનના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ રહેતી હતી. જે બાબતનું મનમાં લાગી આવતા રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટીમ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં યુવાનનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે હિતેશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.