Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દારૂના ધંધાર્થી સહિતના બે શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો

જામનગરમાં દારૂના ધંધાર્થી સહિતના બે શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો

કાર દ્વારા બાઈકને ઠોકર મારી પછાડયો : છરી અને લોખંડના પાઈપ વડે હુમલો : દોઢ માસ પૂર્વે દારૂનો ધંધો બંધ કરવા બાબતની બોલાચાલીનું મનદુ:ખ

- Advertisement -

જામનગર શહેરમાં એરફોર્સ ગેઈટની સામે સત્યમ કોલોની રોડપરના વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરની આજુબાજુના વિસ્તારમાં દારૂનો ધંધો કરતા શખ્સ સામે દોઢ માસ પૂર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી શુક્રવારે બપોરના સમયે યુવાનની બાઈકને પાછળથી કાર દ્વારા ઠોકર મારી પછાડી દઇ છરી અને પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પરના વિસ્તારમાં આવાસ કોલોનીમાં રહેતાં નાનજીભાઈ વશરામભાઈ નાખવા નામના વેપારી યુવાને દિ.પ્લોટ 49 માં આવેલા મકાનની આજુબાજુના વિસ્તારમાં દારૂના ધંધો કરતા પાર્થ ઉર્ફે જાંબલી સીંધી નામના શખ્સ સાથે દારૂનો ધંધો બંધ કરાવવા બાબતે દોઢ માસ અગાઉ બોલાચાલી થઈ હતી અને બોલાચાલીનો ખાર રાખી શુક્રવારે બપોરના સમયે નાનજીભાઈ તેની જીજે-10-સીએમ-7089 નંબરના બાઈક પર પ્રણામી સ્કૂલ પાછળની શેરીમાંથી પસાર થતા હતાં તે દરમિયાન પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખ્સોએ નંબર પ્લેટ વગરની કોફી કલરની સ્વીફટ કારમાં આવી બાઈકને પાછળથી ઠોકર મારી યુવાનને પછાડી દીધો હતો.

કારની ઠોકરથી પડી ગયેલા નાનજીભાઈ ઉપર પાર્થએ છરી વડે હુમલો કરતા હાથમાં ઈજા પહોંચી હતી તેમજ બાબા નામના શખ્સે નાનજીભાઈ ઉપર લોખંડના પાઈપના આડેધડ ઘા ઝીંકી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે નાનજીભાઈના નિવેદનના આધારે બે શખસો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular