સિક્કામાં પંચવટી રોડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન 49 નંગ દારૂની બોટલ ઝડપી લઇ કુલ રૂા. 25,015નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન આરોપી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ સિક્કા પંચવટી રોડ, જલારામ મેડિકલ પાસે રહેતાં શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે રેઇડ દરમ્યાન રૂા. 6240ની કિંમતની 12 નંગ વિદેશી દારૂની બોટલ, રૂા. 5775ની કિંમતની 11 નંગ બોટલ તથા રૂા. 13 હજારની કિંમતની 26 નંગ દારૂની બોટલો સહિત કુલ રૂા. 25,015ની કિંમતની 49 નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન હોય પોલીસ દ્વારા ભાવસંગ જોધાભા સુમણિયા વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સિકકામાં રહેણાંક મકાનમાંથી 49 નંગ દારૂની બોટલ ઝડપાઇ
કુલ રૂા. 25,015નો મુદામાલ કબ્જે : આરોપી હાજર ન મળી આવતા શોધખોળ