જામનગર શહેરમાં સાધના કોલોની પાછળ આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને તેણીના ઘરે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની પાછળ આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતાં બીબીબેન મોસીનભાઈ દરજાદા (ઉ.વ.33) નામની મહિલાને મંગળવારે સવારના સમયે તેના ઘરે ઈલેકટ્રીક શોક લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ મોસીનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ટી ડી બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.